મહત્ત્વનાં સીમા ચિહ્નો

  • 1953 : તા. 11 સપ્ટેમ્બર, આચાર્ય વિનોબા ભાવેના 58મા જન્મદિન (ભૂમિજયંતી) નિમિત્તે અમદાવાદથી ગુજરાત ભૂદાન સમિતિના પાક્ષિક તરીકે પ્રકાશિત
  • 1954 : તા. 01 ઓગસ્ટથી વડોદરાથી પ્રકાશિત
  • 1957 : તા. 01 ફેબ્રુઆરીથી દશવારિયા તરીકે પ્રકાશિત
  • 1957 : તા. 26મી ઓગસ્ટથી પોતાનું પ્રેસ - યજ્ઞ મુદ્રિકાની શરૂઆત
  • 1971 : તા. 26 નવેમ્બરથી દેવનાગરીમાં પ્રકાશિત
  • 1975-76 : કટોકટીકાળની સેંસરશીપ દરમ્યાન તેના પ્રેસને ત્રણ વાર સીલ લાગવા છતાં લગભગ અવિરતપણે અને નિર્ભય થઈને પ્રકાશન ચાલુ
  • 1981 : તા. 16 ફેબ્રુઆરીથી વળી પાછું પાક્ષિક
  • 1983 : તા. 16 સપ્ટેમ્બરથી વળી પાછું મહદ્અંશે ગુજરાતીમાં પ્રકાશિત
  • 1995 : તા. 31 માર્ચે યજ્ઞ મુદ્રિકાનું સમાપન
  • 1995 : તા. 01 એપ્રિલથી ઓફસેટ છપાઈ અપનાવાઈ
  • 2018 : તા. 16 સપ્ટેમ્બરથી Wordpress.com વેબસાઈટ પર અંકો મૂકવાની શરૂઆત
  • 2026 : તા. 06 સપ્ટેમ્બરથી જૂના અંકો અને લેખોને શોધી શકાય તેવી પોતાની વેબસાઇટ - https://www.bhoomiyagna.org/ની શરૂઆત