માર્ગદર્શિકા અને મર્યાદા

માર્ગદર્શન

આ વેબસાઈટનો ઉપયોગ કરવા માટે PDF ફાઈલ ખોલવાનું કોઈ પણ એપ કે સોફ્ટવેર અનિવાર્ય છે. ગુજરાતી યુનિકોડ ટાઈપિંગની સગવડ અને આવડત ન હોય તો પણ પસંદગીવાળાં ફિલ્ટર વાપરી મર્યાદિત શોધ કરી શકાશે. જો યુનિકોડ વાપરશો તો શીર્ષક, લેખક અને ચાવીરૂપ શબ્દ આધારિત ફિલ્ટર કરી શોધનો સંપૂર્ણ લાભ લઈ શકશો.

સામાન્ય રીતે દરેક ખંડનો પ્રથમ અંક 16મી સપ્ટેમ્બરે અને અંતિમ અંક તે પછીના વર્ષની પહેલી સપ્ટેમ્બરે (દશવારિક હોય ત્યારે છઠ્ઠી સપ્ટેમ્બરે) પ્રકાશિત થયો છે. [દા. ત. ખંડ: 61 (2013-14): તા. 16-09-2013 થી તા. 01-09-2014]

ધ્યાન રહે, તમામ ફિલ્ટર ભરવા જરૂરી નથી. ઓછા ફિલ્ટર ભરશો તેમ અંકો કે લેખોની યાદી મોટી મળશે. વધુ ફિલ્ટર ભરવાથી આ યાદી નાની થશે, અને ચોક્કસ અંક કે લેખ પર પહોંચવાની શક્યતા વધુ રહેશે. અલબત્ત, વધુ ફિલ્ટર ભરવાથી ક્યારેક અજાણ્યા હોય છતાં કામના હોય તેવા અંક કે લેખ છૂટી જવાની સંભાવના છે.

એક વાર ફિલ્ટર ભરવાથી આપમેળે આવતી યાદીની જમણી બાજુ દેખાતા PDFના નિશાનને ક્લિક કરવાથી સમગ્ર અંક કે લેખ આપના સ્ક્રીન પર ખૂલશે. જેને આપ વાંચી અને પ્રિન્ટ કરી શકશો, તેમજ ડાઉનલોડ કરી શકશો કે બીજાને સોશિયલ મીડિયા પર સીધું મોકલી પણ શકશો.

છેલ્લા પાંચ અંકો

આ બટન ક્લિક કરવાથી છેલ્લા પાંચ અંકોમાંથી આપ મનપસંદ અંક સરળતાથી ખોલી શકશો.

અંક શોધ

આપમેળે ઈસવીસનનાં ચાલુ વર્ષના છેલ્લા અંકો મળશે. તે પછી ઈસવીસનના વર્ષનો ગાળો પસંદ કરવાથી તે દરમ્યાનના બધા અંકોની યાદી મળશે. આ ઉપરાંત, ‘માત્ર વિશેષાંકો’નું બટન ક્લિક કરવાથી વિશેષાંકો અલગ તારવી શકશો.

લેખ શોધ

ઈસવીસનના વર્ષનો ગાળો પસંદ કરીને અને/અથવા લેખના શીર્ષકમાંનો કોઈ પણ શબ્દ અને/અથવા લેખકના નામમાંનો કોઈ પણ શબ્દ ટાઈપ કરીને અને/અથવા કોઈ પણ વિભાગનું નામ પસંદ કરીને જરૂરી લેખોની યાદી મેળવી શકાશે.

લેખની વિશેષ શોધ (Advance Search)

તેમાં ઉપરોક્ત શોધ ઉપરાંત ‘માત્ર અગત્યના લેખ’ અને/અથવા ‘માત્ર લેખમાળાના લેખો’ બટન ક્લિક કરવાથી લાગુ પડતા લેખો અલગથી પણ તારવી શકાશે. આ ઉપરાંત અમુક ચોક્કસ વિષયના લેખ અને/અથવા અમુક ચાવીરૂપ શબ્દ (Key Words) સાથે સંકળાયેલ લેખ પણ શોધી શકાશે. પરંતુ તે માટે વિષયની પસંદગીનો આધાર વધુ મહત્ત્વનો છે. ચાવીરૂપ શબ્દને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું નથી. આ માટે પચાસેક વિષયો અને સોએક ચાવીરૂપ શબ્દો નક્કી કરાયા છે.

થોડો મહાવરો થશે પછી સહેલું લાગશે.

આમ, હવે ભૂમિપુત્રના તમામ અંકોના તમામ લેખો આપની આંગળીનાં ટેરવે અને આપના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર ઉપલબ્ધ છે.

મર્યાદાઓ

આ કામ મહદ્અંશે મિશન ભાવનાથી અને વળતરની અપેક્ષા ન રાખનાર સ્વયંસેવકોથી થયું છે, જેમની અન્ય વ્યસ્તતાને કારણે બાકી રહેતા અંકો ડિસેમ્બર, 2026 સુધીમાં હપ્તાવાર ઉપલબ્ધ થશે.

લગભગ સાત દાયકાના ગાળા દરમિયાન કાગળની ગુણવત્તા, કાગળના માપ, છાપકામની રીત વગેરેમાં થયેલ ફેરફાર તથા જૂના અંકો પર થયેલી વાતાવરણની અસરને કારણે મોટાભાગનાં પેજ કોઈ ને કોઈ પ્રકારનો સુધારો માંગે તે સ્વાભાવિક છે.

પેજની ગુણવત્તા સુધારવા અમે ચિત્રો, ફોટોગ્રાફ અને ગ્રાફિક્સને બદલે અક્ષરોને વધુ મહત્ત્વ આપ્યું છે. ચિત્રો, ફોટોગ્રાફ્સ અને ગ્રાફિક્સની મૂળ ગુણવત્તા જ નબળી હોય તો અમે તેમાં ખાસ સુધારો કરી શક્યા નથી.

અંકના ખંડ, વર્ષ, ક્રમાંક, તારીખ કે પેજ નંબર આપવામાં રહેલી મૂળ ત્રુટિઓ સુધારવાનો સતત પ્રયત્ન કર્યો છે, પણ પ્રકાશિત અંકમાં રહેલી જોડણીની ખામીઓ અકબંધ રાખી છે.

લેખને ‘વિભાગ’, ‘વિષય’, ‘લેખક’, ‘લેખમાળા’ કે ‘ચાવીરૂપ શબ્દ’ સાથે જોડવામાં ઘણી કાળજી રાખી હોવા છતાં કામનો જથ્થો, તેની વિવિધતા અને ક્લિષ્ટતાને કારણે ખામી રહેવા પામી હોય તો દરગુજર કરી ધ્યાન દોરવા વિનંતી.

ખંડ : 46 થી 49 અને 51 થી 60ના અમુક પેજની ગ્રાફીક્સની ગુણવત્તા સુધારવાનું કામ ચાલી રહ્યું છે.

ફોન્ટ્સની મર્યાદાને કારણે ભાષાની કેટલીક ભૂલો સુધારી શકાઈ નથી.

પેજ લિન્ક કરવામાં ખામી રહી હશે તો એક-બે પેજ આગળ કે પાછળ (ડાબે-જમણે) કરવાથી સાચો લેખ મળી જશે. આ બાબતે અમારું ધ્યાન દોરવા ખાસ વિનંતી.

સ્થળ-સંકોચને કારણે અમુક વિભાગો (દા. ત. ‘વાંચનથાળ’, ‘આસપાસ ચોપાસ’)ના તમામ પેટા મુદ્દાઓને અનુક્રમ કે સર્ચમાં જોડી શક્યા નથી. અલબત્ત, જે તે વિભાગના પેજ ઉપર જવાથી તે પેટા મુદ્દાનું બધું લખાણ અચૂક વાંચવા મળશે.